લેખક ✍🏻
હું એક લેખક જે છું.જે મનમાં આવતું, નજરે આવતું, હૃદયમાં આવતું અને જીવન માં ક્યાંય પણ આડુંઅવળું આવતા બધા ને એક એક શબ્દ નો સંગ્રહ કરી અને જે કાગળ માં લખે ને તે એક લેખક. લેખક બનવું એક સહેલું અને અઘરું કામ બન્ને છે. કારણ કે જો કોઈ શબ્દ માં કીડી જેટલો પણ ફેરફાર થાઈ ને તો પણ તે અર્થ નો અનર્થ થઈ જાય છે. વળી સેહલું એટલે છે કે તે ગમે ત્યારે અને મોજ થી લખી શકાઈ.લેખક એટલે માત્ર શબ્દોની ગૂંથણી કરનાર નહીં, પણ વિચારો, લાગણીઓ અને કલ્પનાઓને વાચા આપનાર સાહિત્યનો સેતુ. તે સમાજનું પ્રતિબિંબ ઝીલે છે અને ક્યારેક તો નવી દિશા પણ ચીંધે છે.એક ઉત્તમ લેખક પોતાના લેખન દ્વારા વાચકના હૃદય સુધી પહોંચે છે. તેમની કલમમાં સત્ય, સુંદરતા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ હોય છે. પછી તે નવલકથા, કવિતા, નાટક કે પછી બ્લોગ હોય – દરેક રચનામાં તેમનો આત્મા ધબકતો હોય છે.લેખકનું કાર્ય માત્ર મનોરંજન કરવાનું નથી; તે જ્ઞાનનો દીવો પ્રગટાવે છે, ચિંતન પ્રેરે છે, અને માનવીય સંબંધોની ઊંડાઈ સમજાવે છે. તેઓ શબ્દોની શક્તિથી ભૂતકાળને જીવંત કરે છે, વર્તમાનને ઉજાગર કરે છે અને ભવિષ્યની રૂપરેખા તૈયાર કરે છે.ખરેખર, લેખક એક દ્રષ્ટા છે, જે આપણી આસપાસની દુનિયાને એક નવી દ્રષ્ટિથી જોવાનું શીખવે છે.
🦁🚩
ReplyDelete